રાજધાની દિલ્હી સહિત NCRના વિસ્તારોમાં બુધવારે સવારે 8 વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકાનો અહેસાસ થયો હતો. રિક્ટર સેક્લ પર આ ભૂકંપની તીવ્રતા 3.9 નોંધવામાં આવી છે. ભૂકંપના ઝટકા દિલ્હી સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમી ઉત્તર પ્રદેશનું બાગપતનું જણાવવામાં આવ્યું છે. ભૂકંપના ઝટકાથી કોઈ જ પ્રકારનું નુકસાન થયાનું જાણવા મળ્યું નથી.