અફઘાનિસ્તાન ફરી એકવાર ભૂકંપથી હચમચી ગયું છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર અફઘાનિસ્તાન સિવાય તુર્કમેનિસ્તાન અને ઈરાનની સરહદો પર પણ ભૂકંપ આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. આ ભૂકંપ બુધવારે સવારે 6:11ની આસપાસ આવ્યો હતો. તેનું કેન્દ્ર ભૂગર્ભમાં 10 કિલોમીટર ઊંડે હતું.