આજે સવાર-સવારમાં પાપુઆ ન્યૂ ગીની ઉપરાંત ભારતના બે પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી હતી. પાપુઆ ન્યૂ ગિનીના ઉત્તરી કિનારે 6.5ની તીવ્રતાના જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ પેસિફિક ટાપુના વેવાક શહેરથી થોડે દૂર દરિયાકિનારે લગભગ 20 કિલોમીટર દૂર અનુભવાયો હતો.