ઇન્ડોનેશિયાના તાલાઉદ ટાપુઓ ની ધરા ફરી એકવાર ધ્રુજી છે. હવામાન એજન્સી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 મપાઈ હતી. આ આંચકા પાપુઆ વિસ્તારમાં અનુભવાયા હતા. જોકે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.