દિલ્હી-NCRમાં રવિવારે ભૂંકપના મોટા આંચકા અનુભવાયા છે. દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ રવિવારે ધરતી ધણધણી ઉઠી હતી. તો, હરિયાણાના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપ આવ્યો છે. ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે, જ્યારે હરિયાણાના ફરિદાબાદમાં કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ પહેલા 3 ઓક્ટોબરે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો પોતાના ઘરોથી બહાર રોડ પર દોડી આવ્યા હતા.