તુર્કીમાં મહાવિનાશ બાદ ફરી હૈતી પ્રાંતમાં વધુ એક શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વખતે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 આંકવામાં આવી હતી. આ પ્રાંતમાં બે અઠવાડિયા પહેલા ભૂકંપ આવ્યો હતો. આ સિવાય તુર્કીના અંતાક્યા શહેરમાં સોમવારે 6.3ની તીવ્રતાના ભૂકંપના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. તેની અસર સીરિયામાં પણ જોવા મળી હતી. રાહત અને બચાવ કામગીરી પહેલાથી જ ચાલી રહી છે જેને હવે વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે.