આજે મંગળવારે બપોરે આશરે ૨.૫૧ મીનીટે નેપાળમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો. પરિણામે દિલ્હી એનસીઆર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ ધરતીકંપના આંચકા લાગ્યા હતા. ''નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી''ના જણાવ્યા પ્રમાણે ભૂકંપ માત્ર પાંચ કિ.મી. જ ભૂમિમાં હતો. આ કેન્દ્ર વધુમાં જણાવે છે કે ભૂકંપનું કેન્દ્ર પ્રમાણમાં ઓછી ઊંડાઇએ હોવાથી ઉત્તર ભારતના વિશાળ વિસ્તારોમાં ધરતી ધુ્રજી ગઇ હતી.