રાજકોટમાં શરૃ થયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીનો પ્રથમ દિવસ મુંબઈના ૧૮ વર્ષીય બેટ્સમેન પૃથ્વી શૉના નામે રહ્યો હતો. માત્ર ૧૮ વર્ષ અને ૩૨૯ દિવસની ઊંમરે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારા પૃથ્વીએ કારકિર્દીની પ્રથમ ટેસ્ટને યાદગાર બનાવતા રાજકોટમાં વિન્ડિઝ સામે ૯૯ બોલમાં સદી પુરી કરતાં ઈતિહાસ રચી દીધો હતો. પૃથ્વીની ૧૩૪ રનની ઈનિંગ તેમજ ચેતેશ્વર પુજારાના ૮૬ અને કેપ્ટન કોહલીના નોટઆઉટ ૭૨ની મદદથી ભારતે અપેક્ષા પ્રમાણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સંગીન પ્રારંભ કરતાં પ્રથમ દિવસની રમતના અંતે ચાર વિકેટે ૩૬૪ રન નોંધાવ્યા હતા.