બિહારની રાજધાની પટના સહિત નેપાળ અને પાકિસ્તાનમાં શુક્રવારના રોજ ભૂકંપના આંચકા આવ્યા હતા. જાણકારી અનુસાર બિહારમાં મોડી રાતે લગભગ 2:30 વાગ્યે પટના, ભાગલપુર, સમસ્તીપુર અને દરભંગામાં તેની અસર જોવા મળી હતી. તેનું કેન્દ્ર નેપાળ જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 દર્શાવાઈ છે.