હવામાન વિભાગે કહ્યું હતું કે અંદામાન-નિકોબાર સમુદ્રમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ભારતમાં સમય કરતાં વહેલું ચોમાસું આવશે અને આગામી એકાદ સપ્તાહમાં ગરમીથી રાહત મળશે.
લક્ષદીપ અને તમિલનાડુમાં આગામી બે દિવસમાં વરસાદ પડશે. દક્ષિણ ભારતના રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને વરસાદની શક્યતા પણ વ્યક્ત થઈ છે. આંદામાન-નિકોબાર નજીક ચોમાસું બંધાઈ ગયું છે. આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થઈ જશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તમિલનાડુ, કર્ણાટક, કેરળ, લક્ષદીપમાં વરસાદ થશે. એ ચોમાસું ત્યારબાદ એક સપ્તાહમાં દેશભરમાં પહોંચી જશે. દક્ષિણ ભારતના રાજ્યોનું તાપમાન અચાનક બદલી ગયું હતું. વાદળછાયું વાતાવરણ ઉપરાંત તેજ હવાનો અનુભવ થવા લાગ્યો હતો. તેના કારણે ગરમીમાં થોડી રાહત મળી હતી.