ઈંગ્લેન્ડ અને વેલ્સમાં અસાધ્ય બીમારીથી પીડિત પુખ્ત વયની વ્યક્તિઓને તેમના જીવનનો અંત લાવવા માટેના ઈચ્છા મૃત્યુ બિલને બ્રિટિશ સાંસદોએ શુક્રવારે પ્રારંભિક મંજૂરી આપી દીધી છે. બ્રિટિશ સંસદમાં અત્યંત ભાવુક ચર્ચા પછી સંસદ સભ્યોએ ૩૩૦થી ૨૭૫ના મત મારફત ઐતિહાસિક આસિસ્ટેડ ડાઈંગ બિલ એટલે કે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી દીધી છે. આ બિલ મુજબ જેમના જીવનનો અંત છ મહિનાની અંદર આવવાનો હોય તેવા દર્દીઓ, વૃદ્ધો મૃત્યુ માટે તબીબી સહાયની માગ કરી શકશે.