રાજકોટમાં ટ્રાફિક ભંગ બદલ હવે ઈ-મેમો પહોંચાડવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જે અનુસાર રાજકોટ શહેરમાં તારીખ ૧૫ એપ્રિલથી ઈ-ચલણ વસૂલાશે. શહેરમાં માર્ગો પર લગાવવામાં આવેલા સીસીટીવીની મદદથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે અમદાવાદમાં ઈ-મેમોને કારણે અનેક વિવાદ સર્જાતા આખરે તેની કાર્યવાહી બંધ કરવામાં આવી છે.