હાલમાં ઓનલાઇન શોપિંગની માત્રા વધી રહી છે. ગ્રાહકો ઇન્ટરનેટ દ્વારા ઇ-કોમર્સ કંપનીઓ પાસેથી વિવિધ ચીજવસ્તુઓ મંગાવે છે. જ બાબતે ક્યારેક વિખવાદ અને વિવાદ સર્જાય છે. અત્યારસુધી એવી જોગવાઇ હતી કે ઓનલાઇન ગ્રાહકોએ જ્યાં કંપનીની ઓફિસ આવેલી છે ત્યાં ફરિયાદ નોંધાવી શકે. પરંતુ તાજેતરમાં સુપ્રિમ કોર્ટે ગ્રાહક અદાલતના એ જજમેન્ટને બહાલી આપી કે જેમાં ઠરાવાયું હતું કે ઓનલાઇનથી માલસામાન મંગાવનાર ગ્રાહક હવે જ્યાં વિવાદ સર્જાયો અથવા જ્યાં માલસામાનનું વેચાણ થયું હોય, નાણાંની ચૂકવણી થઇ હોય તે શહેરમાં પણ ગ્રાહક ફોરમમાં જઇને ઇ-કોમર્સ કંપનીઓની સામે પગલા લેવાની માંગ કરતી ફરિયાદ આપી શક્શે.તેનાથી ગ્રાહકોના નાણા અને સમય બચશે.