અમદાવાદ જનમાર્ગ લીમીટેડની બોર્ડ મીટીંગની બેઠકમાં શહેરની પ્રદૂષણની સમસ્યાના એક ઉકેલ તરીકે ઈ-બસ ચલાવવા મંજૂરી અપાઈ હતી. બીઆરટીએસ સેવાના ટિકિટ દરો વિશે મેયર ગૌતમ શાહે જણાવ્યું કે ઇલેક્ટ્રીક બસો ચલાવવા માટે કેન્દ્ર સરકારની મંજુરીની આધિનથી કુલ 50 ઇલેક્ટ્રીક બસો શહેરમાં દોડાવાશે. ઇલેક્ટ્રીક બસોના વપરાશના કારણે શહેરને નવિનતમ ટેકનોલોજીની આધુનિક બસો મળશે. તેમજ વાયુ અને ધ્વનિનું પ્રદૂષણ પણ ઓછું થશે.