રાજ્યભરમાં સોમવારે મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી હતી. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે બુધવારે (28 મી ઓગસ્ટ) થી શરૂ થતી DYSO ની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં છે. ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે.