ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના એકલા પડી ગયાના નિવેદન બાદ કોંગ્રેસે પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યુ છે અને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી છે. રાજ્યસભાની ચૂંટણી નજીક છે ત્યારે બન્ને પક્ષ દ્વારા જોડતોડની રાજનીતિ રમાઇ રહી છે. આ પહેલા જ નીતિન પટેલે અમદાવાદમાં યોજાયેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માં ઉમિયા કાર્યક્રમમાં ‘મને એકલા પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે’ તેવુ નિવેદન આપતા રાજકારણ ગરમાયુ હતું.
15 ધારાસભ્યો લઈને આવો, મુખ્યમંત્રી બનાવી દઈએ: વિરજી ઠુમ્મર
ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન નીતિન પટેલના એકલા પડી ગયેલા નિવેદનને લઇને પણ ચર્ચા થઇ હતી. આ દરમિયાન કોંગ્રેસના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે નિતીન પટેલને કોંગ્રેસમાં જોડાવાની ઓફર મુકી હતી. વિરજી ઠુમ્મરે કહ્યુ કે, 15 ધારાસભ્યોને લઇને નીતિન પટેલ કોંગ્રેસમાં જોડાય અને મુખ્યમંત્રી બને.
તમારું ઘર સંભાળો: પ્રદિપસિંહ
જો કે વિરજી ઠુમ્મરની ટિપ્પણી પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વળતો જવાબ આપતા ટકોર કરી વિરજીભાઈ ગત વખતે તમારા 12 ધારાસભ્યો જતા રહ્યા હતાં. અમારી ચિંતા કર્યા વગર તમારું ઘર સંભાળો.
વિપક્ષમાં એકલા નહીં પડવા દઉં: જીગ્નેશ મેવાણી
જીગ્નેશ મેવાણીએ શાયરાના અંદાજમાં નીતિન પટેલની સ્થિતિ વર્ણવી હતી. મેવાણીએ કહ્યું કે, આંશુઓની ધાર કરતા પણ સ્થિતિ આ તેજ છે, આંખમાં વરસાદ નહીં પાંપણો પર ભેજ છે..!. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, નીતિન પટેલ સત્તાધારી પક્ષ છોડી વિપક્ષમાં આવી જાવો, આપણે બંન્ને ઉત્તર ગુજરાતના છીએ, વિપક્ષમાં એકલા પડવા નહીં દઉં.