-
બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કેવડિયા ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા બાદ અલ્પેશ ઠાકોરની બિહારમાં પગ મુકવાની હિમત નથી. તેમના આ નિવેદનનો જવાબ આપતા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આજે છઠ્ઠ પુજાના દિવસે શરમજનક નિવેદન કરી રાજરમત રમી છે. રાષ્ટ્રવાદ અને ભાઈચારાની વાતો ધ્વારા દેખાડા કરવા સામે તેમણે આક્રોશ વ્યકત કરતા કહ્યું કે, મેં અથવા ઠાકોર સેનાએ કોઈ ગુનો કર્યો નથી. ગુજરાતમાં બિહારના લોકો અને બિહારમાં ગુજરાતીઓ આપણા જ ભાઈબહેનો છે. ત્યારે શ્રમજીવીઓ, પાણીપુરીવાળા કે ખુમ્ચાવાળાનો ક્યારેય વિરોધ કર્યો નથી. પરંતુ ઓબીસી અને શ્રમજીવીઓ માટે લડત આપતા નેતૃત્વને દબાવી દેવાનો આ પ્રયાસ છે. પોતે કોઈ ગુનેગાર નહિ હોવાથી બિહાર જવાનું કહેતા અલ્પેશ ઠાકોરે ઉમેર્યું કે, ભલે મને ગોળી મારવામાં આવે પણ, ઓબીસી અને શ્રમજીવી જેવા નાના વર્ગને આગળ લાવવા માટેની લડત પોતે ચાલુ રાખશે.