કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમદાવાદ આવી રહ્યા છે. મહત્વનું છે કે આજે અમદાવાદમાં તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. ત્યારે આ કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ હોવાની જાણકારી મળી રહી છે. જોકે, આ પત્રિકા જૂની હોવાનું તંત્ર જણાવી રહ્યા છે.
જણાવી દઈએ કે નીતિન પટેલ સાથે આવું પહેલી વખત બન્યું નથી. આ પહેલા પણ SVP હોસ્પિટલના આમંત્રણ પત્રિકામાં નિતિન પટેલનું નામ ગાયબ હતું. જોકે, આ અંગે અમદાવાદના મેયર બિજલ પટેલ જણાવ્યું હતું કે, આ પત્રિકા જૂની છે જેમાં નીતિન પટેલનું નામ નથી પરંતુ નવી પત્રિકા છે જેમાં નીતિન પટેલનું નામ છે.