યાત્રાધામ દ્વારકામાં ઝેડ પ્લસની કેટેગરી ધરાવતું જગત મંદિર અનેક વખત આતંકી હુમલા માટે હિટ લિસ્ટમાં આવેલ છે. ત્યારે પોલીસ તેમજ તમામ સુરક્ષા એજન્સી દ્વારા દર વર્ષે સાગર કવચ અંતર્ગત મોકડ્રિલ યોજાય છે. જે હેઠળ સાગર કવચ દરમિયાન જગત મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મંદિરમાં કોઈ ઘૂસણખોરી રોકવા માટે પણ પોલીસ જવાન સજ્જ છે.