Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્ષ 2002 ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોની તપાસ કરનાર નાણાવટી - મહેતા પંચનો રિપોર્ટ વિધાનસભામાં ટેબલ કરવા મુદે હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી મુદે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે અગામી વિધાનસભાના સત્ર દરમિયાન નાણાવટી - મહેતા પંચનો બીજા ભાગનો રિપોર્ટ વિધાનસભામાં મૂકાશે.
નાણાવટી અને મહેતા પંચના બીજા ભાગના રિપોર્ટમાં ગોધરા ટ્રેનમાં થયેલા નરસંહાર બાદ રાજ્યમાં ફાટી નીકળેલા રમખાણોની ઝીળવટ તપાસ કરતો રિપોર્ટ અહેવાલ છે જે લાંબા સમયથી રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ન મૂકાતા અરજદાર પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર દ્વારા વકીલ એમ.એમ તીરમીઝી મારફતે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી..ઉલ્લેખનીય છે કે નાણાવટી અને મહેતા પંચનો પહેલાં ભાગનો રિપોર્ટ કે જેમાં ગોધરામાં ટ્રેનમાં થયેલી હિંસા મુદે તપાસ કરવામાં આવી છે તે વર્ષ 2009 - 10 દરમિયાન વિધાનસભામાં ટેબલ કરવામાં આવ્યો હતો અને હકીકતને સાર્વજનિક કરવામાં આવી હતી.
ડિવિઝન બેંચ સમક્ષ એડવોકેટ જનરલે અગામી વિધાનસભા સત્રમાં પંચના બીજા ભાગનો રિપોર્ટ ટેબલ કરવાનું નિવેદન આપતા હાઈકોર્ટે કેસનો નિકાલ કર્યો છે. 2002 રમખાણો બાદ ટ્રેનમાં થયેલા રમખાણોની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના જસ્ટીસ નાણાવટી અને કે.જી શાહની બેંચનો તપાસ પંચ તૈયાર કરવામાં આવી હતી જોકે કે.જી શાહના મૃત્યુ બાદ જસ્ટીસ નાણાવટી સાથે જસ્ટીસ અક્ષય મહેતા દ્વારા તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો શરૂઆતમાં ટ્રેનમાં થયેલા નરસંહારની તપાસ કરવા રાજ્ય સરકાર દ્વારા નાણાવટી પંચની રચના કરવામાં આવી હતી જોકે પાછળથી ગોધરાકાંડ બાદ થયેલી હિંસા - રમખાણોની પણ તપાસ પંચ દ્વારા કરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ