કોરોના મહામારી વચ્ચે રાત્રિ કર્ફ્યૂનો સમય, લગ્ન પ્રસંગમાં મહેમાનોની સિમિત સંખ્યાને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. 15 ફેબ્રુઆરીથી કર્ફ્યૂમાં પણ રાહત આપવામાં આવી છે. 15 ફેબ્રુઆરીથી કર્ફ્યૂનો સમય રાતના 11થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. આ સાથે જ લગ્ન પ્રસંગ કે કોઇ સામાજિક પ્રસંગમાં મહેમાનોની સંખ્યા 100 સુધી સિમિત હતી જેને વધારીને હવે 200 કરી દેવામાં આવી છે.
ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. 1લી ફેબ્રુઆરીથી તા.28 ફેબ્રુઆરી-2021 સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી.