પોરબંદર ચૂંટણી બંદોબસ્તમાં આવેલ I.R.Bના જવાનો વચ્ચે બબાલ થઈ છે. આ દરમિયાન ફાયરિંગ થતા 2 લોકોના મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં ઝઘડો થયો હતો. ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝગડામાં ફાયરિંગ થયા હોવાનું અનુમાન લાવામાં આવી રહ્યું છે. બે જવાનોનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યાં છે.