રાજ્યમાં વકરી રહેલા કોરોના પર કાબૂ મેળવવા માટે સરકાર તરફથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. તો અમદાવાદ શહેરમાં 57 કલાકના સળંગ કર્ફ્યૂ બાદ એસ.ટી. બસ સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, નાઇટ કર્ફ્યૂ દરમિયાન ચારેય શહેરમાં એસ.ટી. બસો બંધ રાખવામાં આવવા અંગે જાહેરાત કરવામાં આવી છે. એટલે કે આ ચારેય શહેરમાં સવારના સાત વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી જ એસ.ટી. બસોની સેવા ચાલુ રહેશે. ચારેય શહેરને બાદ કરતા ગુજરાતના અન્ય શહેરો અને વિસ્તારોમાં નિયમ પ્રમાણે બસ સેવા શરૂ રહેશે.