કોરોના મહામારીમાં દુનિયાભરમાંથી લાખો લોકો મોતને ભેટી ગયા હતા. ભારતમાં પણ આ સમયગાળામાં સ્થિતિ સૌથી ખરાબ હતી. દરમિયાન વેક્સિનની સાથે, PPE કીટે પણ લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે કેરળમાં PPE કીટને લઈને સવાલ ઉઠ્યા છે. CAG (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટરો જનરલ) ના મંગળવારે જાહેર કરેલા રિપોર્ટમાં PPE કીટની ખરીદીમાં અનિયમિતતાઓ અને કૌભાંડના આરોપો લગાવાયા છે. આ રિપોર્ટ અનુસાર, કેરળ સરકારે PPE કીટ પર ખર્ચ કરતાં વધુ પૈસા ખર્ચ કર્યા હતા અને કેટલીક કંપનીઓને ફાયદો આપવાનો પ્રયાસ કર્યો હતો.