બેચરાજીમાં બે યુવકો દુકાન ભાડે રાખીને ધોરણ 10-12, ITI અને ડિપ્લોમામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપી ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઝડપાયા છે. આ બંને યુવકોએ છેલ્લા બે મહિનામાં 50થી વધુ વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી આપી છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, કેટલાક વિદ્યાર્થીઓ નકલી માર્કશીટને આધારે અલગ અલગ કંપનીમાં નોકરીએ પણ લાગી ગયાં છે. આ માર્કશીટો બનાવવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક ચર્ચાઓ જાગી હતી