ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક અનિયંત્રિત ડમ્પરે કાવડિયોને કચડી નાખ્યા છે. દુર્ઘટનામાં 6 કાવડિયોના મોત થઈ ગયા છે અને 2 ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે આગ્રા રેફર કરવામાં આવ્યા છે. કાવડ યાત્રીઓનું એક જૂથ હરિદ્વારથી મધ્યપ્રદેશના ગ્વાલિયર ગંગાજળ લઈને જઈ રહ્યું હતું.
હાથરસ જિલ્લાના સાદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના હાથરસ-આગ્રા માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં શનિવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે એક અનિયંત્રિત તેજ રફ્તાર ડમ્પરે કાવડિયોના એક સમૂહને કચડી નાખ્યું હતું. આ અકસ્માતમાં 6 કાવડિયોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે જેમને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ આગ્રા મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્યા છે.