શહેરમાં ક્રાઇમ બ્રાંચે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ખોટો દુરુપયોગ કરીને બીજાં સિમકાર્ડ એક્ટિવ કરવાનાં રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના નરોડામાં આવેલી મોબાઇલ સ્ટોરની દુકાનમાં જ્યારે ગ્રાહક સિમકાર્ડ ખરીદવા માટે જતો હતો ત્યારે સ્ટોરનો માલિક ગ્રાહકની જાણ બહાર બીજું સિમકાર્ડ એક્ટિવ કરી દેતો હતો. મોબાઇલ સ્ટોરના માલિકે 100થી વધુ સિમકાર્ડ બારોબાર એક્ટિવ કરી દીધાં હોવાનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.