રાજ્યવ્યાપી ડમીકાંડમાં વધુ બે આરોપીઓ પકડાયા છે. મિલન બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલ નામના આરોપી ઝડપાયા છે. ભાવનગર પોલીસે કેસમાં અત્યાર સુધી 8ને પકડ્યા છે. આરોપી મિલનને 7થી વધુ વખત ડમી તરીકે પરીક્ષા આપી હતી. ધો. 10, 12, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ડમી તરીકે આપી હતી. ડમી તરીકે પરીક્ષા આપવા મિલન 25000 રૂપિયા લેતો હતો. પોલીસે વડોદ ગામના આરોપી વિરમદેવસિંહને પકડ્યો છે. આરોપી વિરમદેવસિંહ ST વિભાગમાં ફરજ બજાવે છે. 2017માં આરોપી શરદના કહેવાથી વિરમદેવના નામે ડમી ઉમેદવારોએ ગ્રામસેવકની પરીક્ષા આપી હતી.