ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિસાના કેટલાક વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પાલનપુર અને દાંતાના એડ્રેસ લખાતા બનાસકાંઠાના અંતરીયાળ વિસ્તારના 25થી વધુ વિદ્યાર્થીઓ રઝળી પડયાં હતાં. આખરે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં જનસંપર્ક અધિકારીએ આ વિદ્યાર્થીઓને પરિક્ષા લેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું.