આગામી 10મી જાન્યુઆરીને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં દેશ અને વિદેશના અનેક મહાનુભવ આવવાના છે. દેશ વિદેશના વીવીઆઈપી ઓના આવવા અને જવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને સરળતા રહે તે માટે, આગામી 10મી જાન્યુઆરીના રોજ, ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીનો સમય સવારે 10.30 કલાકને બદલે બપોરના 12 વાગ્યાનો રહેશે.