-
ટ્રેડ વોર નામના અજાણ્યા ફન્ડામેન્ટલ્સે ડ્રાય બલ્ક નુર બજાર સામે નવા પડકારો ઉભા કર્યા છે. છેલ્લા પાંચ સપ્તાહથી ઘટી રહેલા જહાજી નુરને લીધે, ચોથા ત્રિમાસિકમાં વૃદ્ધિ પામવાની તમામ આશા ગુમાવી દીધેલો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ બુધવારે ૧૦૦૦ પોઈન્ટ આસપાસ ટીંગાઈ રહ્યો હતો. લંડન સ્થિત બાલ્ટિક એક્સચેન્જ (બલ્ટેક્સ), જે વિશ્વભરના ૫૦ કરતા વધુ દરિયાઈ રૂટ પર વહન કરતા બલ્ક કોમોડીટી માલવાહક જહાજોની ગતિવિધિ પર નજર રાખતું હોય છે. બીડીઆઈ એ જાગતિક અર્થતંત્રોનું બેરોમિટર પણ ગણાવા સાથે મહત્વની કોમોડીટીના ભાવનું ઈન્ડીકેટર પણ છે. આ ઇન્ડેક્સ સતત બીજા દિવસે ઘટીને ૧૦૦૩ પોઈન્ટ રહ્યો હતો, જે ૧૨ એપ્રિલ પછીની નીચી સપાટી હતી.
૨૦૧૮ના પ્રથમ ત્રણ ત્રિમાસિકમાં બજારના સુધરેલા ફંડામેન્ટલને આધારે જોઈએ તો ગતવર્ષના સમાન ત્રિમાસિકની તુલનાએ બીડીઆઈ અનુક્રમે ૨૪, ૨૫ અને ૪૧ ટકા વધ્યો હતો. પણ હવે પ્રશ્ન એ છે કે ચોથા ત્રિમાસિકમાં તે ઉંચે જશે? આવું હવે શક્ય નથી. ઓક્ટોબર ૨૦૧૭ની તુલનાએ ૨૦૧૮ના ઓક્ટોબર મહિનામાં તે માત્ર ૪ ટકા વધ્યો હતો. ચીનમાં પ્રથમ ૧૦ મહિનામાં આયર્ન ઓરની આયાત માત્ર ૦.૫ ટકા વધ્યા પછી કેપ્સાઈઝ જહાજોની માંગ સાવ ઘટી ગઈ હતી.