Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં લોકસભાની ચુંટણી વખતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને પક્ષમાંથી હાંકી કાઢવા માટેનો પ્લાન બનાવ્યો છે. પ્રદેશ પ્રમુખે પણ સંકેત આપી દીધા છે. ત્યારે હવે કોંગ્રેસના વિરોધી બળવાખોર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકર્તાઓ અને નેતાઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત વડોદરાથી થઈ છે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા વડોદરાના કોંગ્રેસના આગેવાન સિદ્ધાર્થ પટેલના ગઢમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરીમા કેસરિયો ધારણ કર્યો હતો તેના લીધે કોંગ્રેસમાં ગાબડું પડ્યું હતું અને તેની અસર મતદાનમાં પણ જોવા મળી હતી.

કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ્રેસના સાત જેટલા કોર્પોરેટરો અને અન્ય ત્રણ પાર્ટીના નેતાઓએ પક્ષ પલટો કરીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ત્યારે હવે કોંગ્રસે પક્ષ પલટો કરનાર અને પાર્ટીને કોઈક ને કોઈક રીતે નુકસાન પહોંચાડી રહેલા કાર્યકર્તાઓ અને નેતાઓ સામે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા પક્ષ પલટો કરનારા ડભોઇ નગર પાલિકાના પ્રમુખ સહિતના સાત સભ્યો સામે કાર્યવાહી કરીને તેમનું સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં પક્ષ પલટો કરનાર તમામ કોર્પોરેટરના પદ પણ પ્રદેશ કોંગ્રેસ દ્વારા રદ્દ કરવામાં આવી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ