છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતના વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળી રહ્યો છે. ભરઉનાળે ચોમાસુ બેઠું હોય તેવો લોકો અહેસાસ કરી રહ્યાં છે. વિજકડાકા સાથે કરાં સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અણધાર્યા વરસાદને લીધે ઉનાળુ પાકને અસર થશે તેવી ભિતીને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કૃષિનિષ્ણાતોએ ડુંગળી, બાજરી, ઉપરાંત મગફળીના પાકને નુકશાન થવાની ભિતી દર્શાવી છે. કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં કેરીના પાકને નુકશાન પહોંચાડયું છે.