યુપીની રાજધાનીને દેશની રાજધાની સાથે જોડનાર યમુના એક્સપ્રેસ વે ‘મોતનો એક્સપ્રેસ’ બન્યો છે. યમુના એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લખનઉથી દિલ્હી જઈ રહેલી રોડવેઝની એક બસ એક્સપ્રેસ વે પરના ઝરના નાળામાં ખાબકી હતી, જેમાં ૨૯ લોકોનાં મોત થયાં હતાં તો ૨૦ કરતાં પણ વધારે લોકો ઘાયલ થયાં હતાં. અવધ ડેપોની રોડવેઝ બસ રવિવારે રાતે ૧૦ની આસપાસ આલમબાગ રોડવેઝ બસ સ્ટેન્ડ પરથી ઊપડી હતી. પરોઢિયે આ બસ એક્સપ્રેસ વે પરના ઝરના નાળા પાસે આવી હતી ત્યારે ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું ત્યાર બાદ બસ બેકાબૂ બનીને ચાર ફૂટની રેલિંગ તોડીને ૩૦ ફૂટ ઊંડા નાળામાં ખાબકી હતી. બસમાં ૪૫ પ્રવાસીઓ હતા. જાણ થતા આજુબાજુના ગામના લોકોએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામમાં જોતરાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે યમુના એક્સપ્રેસ વે પર એકલા ૨૦૧૯માં જ ૧૨૭ લોકો કાળનો કોળિયો બની ગયા હતા.