સોમવાર મોડી રાતથી મંગળવારે સવાર સુધી પડેલા મુશળધાર વરસાદે જનજીવન ઉપરાંત હવાઈ પ્રવાસી સેવાને પણ અસર કરી હતી. હવામાં ઊડી રહેલા વિમાનોને પણ વરસાદ અને ભારે પવને બ્રેક લગાવી દીધી હતી. જો કે મુંબઈ એરપોર્ટ સંપૂર્ણ બંધ કરાયો નહોતો, પરંતુ સોમવારે મોડી રાતે સ્પાઇસ જેટની એક ફ્લાઇટ રન વે પર લપસી પડયા બાદ મુખ્ય રન વે પર ઓપરેશનને અટકાવી દેવાયું હતું. વૈકલ્પિક રન વેનો ઉપયોગ કરાયો હતો. કેટલીક ફ્લાઇટસને ગોવા, અમદાવાદ, નાગપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. ૭૦ ડોમેસ્ટિક એરાઈવલ અને ૮૧ ડિપાર્ચર ફ્લાઇટ રદ કરવામાં આવી હતી તો ૫૪ ફ્લાઇટના રૂટમાં ફેરફાર કરાયા હતા.