જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓએ સોમવારે હોસ્ટેલની ફી વધારવાના વિરોધમાં રાષ્ટ્રપતિભવન સુધી રેલી કાઢી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણની સ્થિતી પણ સર્જાઈ હતી. પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો. આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરવા માગતા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખતા દિલ્હીના ઉદ્યોગ વિહાર, લોક કલ્યાણ માર્ગ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા હતા.