દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ) કર્મિશયલ પેપરમાં ડિફોલ્ટ થઈ હોવાના અહેવાલ બાદ શેરબજારમાં આજે કડાકો બોલી ગયો હતો. કંપની ડિફોલ્ટ થઈ નથી એવી સ્પષ્ટતા બાદ શેરબજાર સુધર્યું હતું પરંતુ તે પહેલાં ગભરાટભરી વેચવાલીથી શેરબજાર હચમચી ગયું હતું અને સેન્સેક્સ એક તબક્કે ૧૪૯૫ પોઇન્ટ નીચે ઊતરી ગયો હતો. સેન્સેક્સ ૩૭,૪૮૯.૨૪ની સપાટીએ પહોંચ્યા બાદ ઘટયો હતો. નિફ્ટી પણ વધીને ૧૧,૩૪૬.૮૦ થયા બાદ ૪૮૦ પોઇન્ટ તૂટયો હતો. કંપની ડિફોલ્ટ થઈ નથી અને ગભરાટભરી વેચવાલીથી આશ્ચર્ય થયું છે, એવી સ્પષ્ટતા ડીએચએફએલ દ્વારા કરવામાં આવી હતી.