શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થયાની સાથે જ ગીરના જંગલમાં વસતા એશિયાઈ સિંહોનું વેકેશન આજથી શરૂ થઈ ગયું છે. જી હાં, ચોમાસાની ઋતુ શરુ થયાની સાથે જ જંગલના રાજા સિંહ અને બીજા અનેક જાનવરો માટે સંવનન કાળ શરૂ થતો હોવાથી વન વિભાગ દ્વારા 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે જંગલ બંધ કરી દેવામાં આવે છે.
એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં વિખ્યાત એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાયું છે. એટલે કે આજથી 15 જૂન થી લઈને 16 ઓક્ટોબર સુધી વનરાજો માટે વેકેશન જાહેર કરાયું છે. ચોમાસાની ઋતુ શરુ થાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાયા છે.