કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના દ્વાર ખુલ્યાંને આજે ત્રણ દિવસ થયા છે તેમ છતાં હજી પણ મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી હિન્દુ સંગઠનો દ્વારા મંદિરમાં મહિલાઓને પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મંદિરની આસપાસ સતત હિંસાનું વાતાવરણ છે.
શુક્રવારે પણ મંદિરની બહાર નારેબાજી અને હોબાળો થઈ રહ્યો છે. ભારે સુરક્ષા વચ્ચે બે મહિલાઓ મંદિર તરફ આગળ વધી રહી હતી, જોકે ભારે હોબાળાને પગલે બંને મહિલાઓ મંદિર સુધી પહોંચી શકી ન હતી અને પરત ફરી રહી છે. આ મહિલાઓને રોકવા માટે ભારે નારેબાજી અને હોબાળો કરવામાં આવ્યો. આ બે મહિલાઓમાંથી એક મહિલા હૈદરાબાદના મોજો ટીવી પત્રકાર કવિથા જક્કલ છે. બીજી મહિલા એક્ટિવિસ્ટ રેહાના ફાતિમા છે. પ્રદર્શનકારીઓ મહિલા પત્રકારોને પણ મંદિર તરફ આગળ વધતા રોકી રહ્યા છે. જોકે પોલીસે મહિલાને સુરક્ષા આપી છે.