દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 50 હજારથી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 52,972 નવા કેસ મળી આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 771 લોકોના મરણ નોંધાયા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 18,03,696 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે 38,135 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.
આ સાથે રાહતની વાત એ પણ છે કે, દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. અત્યાર સુધી 11,86,203 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જ્યારે હાલ દેશમાં કુલ 5,79,357 એક્ટિવ કેસો છે.