અમદાવાદના આઈઆઈએમ કેમ્પસમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. IIMA કેમ્પસમાં ધીરે ધીરે કરીને કોરોનાના કેસનો આંકડો વધી રહ્યો છે. IIMAમાં 12 દિવસમાં કુલ 45 લોકો કોરોના પોઝિટિવ થયા છે. 26 માર્ચે કેમ્પસમાં પહેલો કેસ આવ્યો હતો, જેના બાદ કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે.
IIM અમદાવાદમાં સૌથી પહેલા 26 માર્ચના રોજ 20 કેસ આવ્યા હતા. નવા અને જૂના કેમ્પસમાં 10-10 મળીને કુલ 20 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને અન્ય સ્ટાફ મળીને 20 લોકો સંક્રમિત થયા હતા. ત્યારે તેના બાદ Amc દ્વારા વિશેષ ટીમો મૂકી સમગ્ર કેમ્પસમાં રેપિડ ટેસ્ટ હાથ ધરાયા હતા. જેના બાદથી કેસ સતત વધ્યા હતા. આ બાદ 40 કેસ થયા હતા. જેના બાદ આજે આંકડો 45 પર પહોંચ્યો છે.