બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીનું 24મી ફેબ્રુઆરીએ દુબઈમાં નિધન થયું હતું. આ સંદર્ભે દુબઈ પોલીસે તેમનાં પતિ બોની કપૂરની પણ પૂછપરછ કરી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ અનુસાર શ્રીદેવીનું મોત હાર્ટ એટેક નહીં પણ બાથટબમાં ડૂબી જતાં થયું હતું. શ્રીદેવી સાથે છેલ્લે શું વાત થઈ અને તેમની તે સમયે શું મનોસ્થિતિ હતી તે જાણવા પ્રયાસ થઈ રહ્યો છે.