દિલ્હી યુનિવર્સિટી (DU) એ તાજેતરમાં જાહેર કરાયેલા ક્યૂએસ સસ્ટેનિબિલિટી રેન્કિંગમાં વિશ્વભરમાં 22મું સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગમાં ડીયુએ દેશની તમામ IITને પાછળ કરી દીધી છે. ગત બે વર્ષોમાં યુનિવર્સિટીએ રિસર્ચ ક્ષેત્ર, ગુડ ગવર્નેન્સ અને જ્ઞાનની આપ-લે માટે અભૂતપૂર્વ પગલાં ભર્યા હતા.
દિલ્હી 73.4 ટકા પોઇન્ટ મેળવીને દિલ્હી યુનિવર્સિટીએ આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. QS સસ્ટેનેબિલિટી રેન્કિંગ 9 નક્કી માપદંડોના આધારે અપાય છે. તેમાં પર્યાવરણ શિક્ષણમાં DUએ 91.8, પર્યાવરણ સસ્ટેનિબલિટી 66.7, પર્યાવરણ રિસર્ચ 64.5, શિક્ષણની આપ-લે 90.8, સમાનતા 62.6, રોજગાર અને તેના પરિણામ 55.3, શિક્ષણની અસર 55, સ્વાસ્થ્ય 57.9 અને ગવર્નેન્સમાં 100 માંથી 87.3 પોઈન્ટ મળ્યાં હતાં.