ગુજરાતમાં દારૂબંધીના નિયમનું કડકાઈથી અમલીકરણ થઇ રહ્યું હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં બેફામ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. પોલીસ અને રીટાયર્ડ પોલીસ અધિકારીઓ પણ દારૂની પાર્ટીઓ કરતા ઝડપાય છે.
ગત 19 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ક્રિષ્ના વોટરપાર્કમાંથી દારૂની મહેફિલ પકડાતા પોલીસ પોતાની ઈજ્જત બચાવવા સતત બે દિવસથી દારૂના અડ્ડાઓ પર રેડ કરી રહી છે અને દેશી દારૂનો નાશ કરી રહી છે. પરંતુ પોલીસ રેડની કામગીરી દરમિયાન પણ ઘણા લાગતા વળગતા બુટલેગરોને છાવરતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, પોલીસની બે દિવસની કડક કાર્યવાહી હોવા છતાં પણ રાજકોટમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જ્યારે આ દારૂની રેડ પર જનતાએ રેડ કરી હતી ત્યારે રાજકોટની પોલીસની કામગીરીની પોલ છતી થઇ હતી.
રાજકોટ પોલીસની દારૂના અડ્ડાઓ અને ભઠ્ઠી પર રેડ કર્યા પછી રાજકોટના કુવાડવા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ કુબા વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આ જનતા રેડમાં પુરુષોની સાથે સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ હતી. જનતા રેડ દરમિયાન લોકોએ દેશી દારૂની ભઠ્ઠીઓ અને દારૂની કોથળીઓનો નાશ કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જે સમયે સ્થાનિક લોકોએ કુબા વિસ્તારમાં રેડ કરી હતી ત્યારે ખુલ્લેઆમ કોઈ પણ પ્રકારની રોકટોક વગર દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. તે સમયે લોકોએ દારૂની કોથળીઓ લઇને રસ્તા પર મુકીને દેશી દારૂનો નાશ કર્યો હતો. લોકો જે સમયે દારૂનો નાશ કરી રહ્યા હતા ત્યારે નશામાં ધુત એક વ્યક્તિ ભાન ભૂલ્યો હતો અને લોકોની સામે લવારી કરવાનું શરૂ કર્યું હતું.