રાજસ્થાનના અનુપગઢ જિલ્લામાં સુરક્ષા દળોએ ૧૨ કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. આ હેરોઈનને પાકિસ્તાનમાંથી ડ્રોન મારફતે ભારતમાં ઠલવાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ડ્રગ્સની અંદાજિત કિંમત રૂપિયા ૬૦ કરોડની છે. બીએસએફ અને રાજસ્થાન પોલીસનું આ સંયુક્ત ઓપરેશન હતું.