કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે ડાર્ક વેબ, ક્રીપ્ટોકરન્સી, ઓનલાઇન માર્કેટપ્લેસ અને ડ્રોન્સ દેશ માટે મોટો પડકાર બની રહ્યા છે, અને આકરા પગલા દ્વારા તેની ચકાસણી થવી જરૂરી છે. દિલ્હીમાં ડ્રગ્સ તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર આધારિત સ્થાનિક કોન્ફરંસમાં ગૃહ મંત્રીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં એક પણ કિલો ડ્રગ્સ નહીં ઘૂસવા દેવાય. તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૨૪માં સમગ્ર દેશમાંથી એનસીબી, પોલીસ દ્વારા ૧૬,૯૧૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું છે.