ગુજરાતના વેરાવળમાં થોડા દિવસ પહેલા રૂપિયા ૩૫૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીને મંગળવારે મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિંમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી છે. જેમાં ઇરાનથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલા પાંચ ક્રુ મેમ્બર્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની બાતમીને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.