અમદાવાદ શહેરમાં યુવાનોમાં ડ્રગ્સનું ચલણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. શહેરમાં ઘણા દિવસોથી ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ છે. યુવાધનોને બરબાદ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે ત્યારે આજે ફરી એકવાર શહેરમાંથી એમ. ડી ડ્રગ્સ ઝડપાયું હતું. ક્રાઈમ બ્રાંચે બે શખ્સોની ધરપકડ કરી છે.