ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા શુક્રવારે રાતના સમયે અમરેલી, ગાંધીનગર જિલ્લાના પીપળજ તેમજ રાજસ્થાનના સિરોહી અને જોધપુરમાં એમ ડી ડ્રગ્સ બનાવવાની ચાર ફેક્ટરી એક જ સમયે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. લિક્વીડ અને ક્રિસ્ટલ ફોર્મમાં રહેલા એમડી ડ્રગ્સનો રૂપિયા ૨૩૦ કરોડનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા બે મુખ્ય આરોપીઓ સહિત પોલીસે ૧૩ લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં એમ ડી ડ્રગ્સ બનાવવા માટેનું રૉ મટિરિયલ વાપીમાં આવેલી એક ફેક્ટરીમાંથી સપ્લાય કરવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડ આંતર રાજ્ય હોવાને કારણે હાલ તપાસ એનસીબીની ટીમે ગુજરાત એટીએસને સાથે રાખીને શરૂ કરી છે