નોઇડામાં મેક્સિકોના એક માદક પદાર્થ જૂથથી સંકળાયેલ એક મેથમ્ફેટામાઇન લેબનો પર્દાફાશ કરી તિહાર જેલના વાર્ડન અને દિલ્હીના બે વેપારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ એનસીબીએ આજે એક નિવેદનમાં જણાવ્યું છે.
એનસીબીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લાના કાસના ઔદ્યોગિક વિસ્તારમાં ૨૫ ઓક્ટોબરે એક માદક પદાર્થ લેબનો પર્દાફાશ કરી ત્યાંથી તરલ અને ઘન સ્વરૂપમાં લગભગ ૯૫ કિલોગ્રામ મેથમ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું.